ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધોળા

Revision as of 13:13, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધોળા [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાતિએ મેવાડા બ્રાહ્મણ. પિતા હરિ ભટ્ટ, માતા ફુલકુંવરબાઈ.વલ્લભ (ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ)ના જોડિયા ભાઈ.અમદાવાદના વતની. તેઓ કવિતા કરતા હતા એવું નોંધાયેલું છે પરંતુ ‘ધોળા ભગત’ની નામછાપવાળી ૭ કડીની ‘અંબાજીની આરતી’ (મુ.) મળે છે અને વલ્લભની ઘણી કૃતિઓમાં ‘વલ્લભધોળા’ એવી નામછાપ મળે છે તે સિવાય ધોળાની રચનાઓ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત નથી. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. વલ્લભ ભટ્ટની વાણી, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૬૨. [કી.જો.]