ગુજરાતી એકાંકીસંપદા/પથ્થર થર થર ધ્રૂજે

Revision as of 05:01, 27 August 2022 by MeghaBhavsar (talk | contribs)
પથ્થર થર થર ધ્રૂજે
જ્યોતિ વૈદ્ય
ગુલાબદાસ

દ્વારકાદાસ
હરકાંત
રાજન
ભિખારી

(દ્વારકાનાથનું દીવાનખાનું.)

          Up left ઉપર મુખ્ય પ્રવેશદ્વાર Dowy left. ઉપર બેડ રૂમ. Up center ઉપર એક મોટી બારી Down Right પર રસોડું.           Up right પર દ્વારકાનાથનું સ્ટડી ટેબલ ને રીવોલ્વીંગ ચેર. સેન્ટર આગળ સોફા ખુરશી જે પાંજરૂ તરીકે ઉપયોગમાં લેવાય ને Left ઉપર સોફો પાછળ સ્ટૂલ ને પાણીનો જગ)           પ્રર્વકતા અતિ પુરાણા કાળની આ વાત છે. વાત ભલે જુની હોય પણ એનો મર્મ સનાતન છે.           એકવાર એક નાનકડા ગામની ભાગોળે સમાજનાં ઠેકેદારો ભેગાં મળી, એક અબળાની ઉપર અત્યાચાર ગુજારતા હતા. તેને પથ્થરો મારતા હતા. એ અભાગણીના મસ્તકમાંથી રક્ત વહી રહ્યું હતું. તેની આંખોમાં વેદના હતી. સમાજના ઠેકેદારોની આંખમાં વેર હતું. પ્રભુ ઇસુ આવી ચઢ્યા. પ્રભુ ઈસુએ પેલા સમાજના ઠેકેદારોને પૂછ્યું, “શા માટે, શા માટે ? તમે આ બિચારીને મારો છો ?” તિરસ્કાર ભરેલા શબ્દોમાં ઠેકેદારોએ જવાબ આપ્યો, “એ પાપીણી છે, કુલ્ટા છે, કલંકિની છે, અમે એના પાપની સજા કરીએ છીએ. અમે ઇન્સાફ કરીએ છીએ.”           પ્રભુ ઈસુએ બાઈ સામે જોયું, તેની આંખોમાં વેદના હતી. ઠેકેદારોની આંખોમાં વૈર હતું. પ્રભુ ઈસુની આંખમાં મમતા હતી, વાત્સલ્ય હતું. તેમણે કહ્યું, “બરાબર છે, તમને એનો ઇન્સાફ કરવાનો અધિકાર છે.           પરંતુ એ જ વ્યક્તિ આ બાઈને પથ્થર મારે કે જેણે એકે પાપ નથી કર્યું. અને બધાના હાથોમાંથી પથ્થરો ટપોટપ નીચે પડી ગયા, પથ્થરો ધ્રૂજી ઉઠ્યા, પથ્થરો થર થર ધ્રૂજી ઉઠ્યા. અને, (પરદો ખુલે છે.)