ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથ સ્વામી

Revision as of 11:47, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાથ(સ્વામી)'''</span> [                ] : ડાકોરના સાધુ તરીકે ઓળખાવાયેલા આ કવિ પાસેથી રાધાકૃષ્ણની રસિક પ્રેમગોષ્ઠિને આલેખતી ૭૧ કડીની ‘પ્રેમચાતુરી’ (મુ.) અને કૃષ્ણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નાથ(સ્વામી) [                ] : ડાકોરના સાધુ તરીકે ઓળખાવાયેલા આ કવિ પાસેથી રાધાકૃષ્ણની રસિક પ્રેમગોષ્ઠિને આલેખતી ૭૧ કડીની ‘પ્રેમચાતુરી’ (મુ.) અને કૃષ્ણપ્રીતિનાં ત્રણથી ૪ કડીનાં ૨ પદો(મુ.) એ કૃતિઓ મળે છે. ‘હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’ માં ‘નાથ’ને નામે નોંધાયેલ ૧૫૦ કડીનો ‘કૃષ્ણરાધિકાનો ગરબો’ (લે.ઈ.૧૮૬૪) અને ‘પ્રેમચાતુરી’ એક જ કૃતિ છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકતું નથી. કૃતિ : બૃકાદોહન : ૬ (+સં.). સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]