ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનીબાઈ

Revision as of 11:54, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાનીબાઈ'''</span> [ઈ.૧૭૨૮માં હયાત] : કવયિત્રી. જ્ઞાતિએ અનાવિલ અથવા મોતાલા બ્રાહ્મણ. સુરત જિલ્લાના ઓલપાડનાં વતની. તેમણે પ્રેમાનંદની ‘વિવેક વણઝારો’ પરથી ‘વણઝારો’ (ર....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નાનીબાઈ [ઈ.૧૭૨૮માં હયાત] : કવયિત્રી. જ્ઞાતિએ અનાવિલ અથવા મોતાલા બ્રાહ્મણ. સુરત જિલ્લાના ઓલપાડનાં વતની. તેમણે પ્રેમાનંદની ‘વિવેક વણઝારો’ પરથી ‘વણઝારો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, જેઠ વદ ૧૨, ગુરુવાર;મુ.) નામની કૃતિની રચના કરી છે. આ ઉપરાંત તેમનાં ૧૦ અને ૬ કડીનાં ૨ પદ (મુ.) પણ મળે છે. કૃતિ : ૧. નકાદોહન; ૨. વસંત, માઘ ૧૯૬૭-‘નહાનીબાઈ અને વિવેક વણઝારો’, છગનલાલ વિ. રાવળ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય;  ૪. ગૂહાયાદી; ૫. ડિકેટલૉગબીજે. [કી.જો.]