ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાગર-૧
Revision as of 12:22, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
નાગર-૧ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ) : વેડવના વતની. હિંદીભાષાની છાંટવાળી રવિદાસ/રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ. ઈ.૧૮૦૪)ની પ્રશસ્તિ કરતી ૧૦ કડીની ‘રવિદાસને પત્ર’(મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં.૧૯૮૯.[કી.જો.]