ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મવિજય

Revision as of 05:54, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મવિજય'''</span> : આ નામે ૯ કડીની ‘મહાવીર પ્રભુનો ચૂડો’ (મુ.), ૬ કડીની ‘મહાવીર-નમસ્કાર’ (મુ.), ૪ કડીની ‘શાંતિનાથજિન-સ્તુતિ’ (મુ.), ૬ કડીનું ‘ગોડીપાર્શ્વનાથનું સ્તવન’ (મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ્મવિજય : આ નામે ૯ કડીની ‘મહાવીર પ્રભુનો ચૂડો’ (મુ.), ૬ કડીની ‘મહાવીર-નમસ્કાર’ (મુ.), ૪ કડીની ‘શાંતિનાથજિન-સ્તુતિ’ (મુ.), ૬ કડીનું ‘ગોડીપાર્શ્વનાથનું સ્તવન’ (મુ.) ‘અતીત અનાગતજિનકલ્યાણ-સ્તવનસંગ્રહ’, ‘ઋષભદેવાદિ-સ્તવન’, ‘ખામણાં-સઝાય’ (લે. સં. ૧૯મી સદી), ‘ગહૂંલી-સંગ્રહ’, ‘સારમંગલ’, ‘નેમિવિજયસ્તવન-સ્તબક’ (લે. ઈ.૧૭૯૬), ‘મુનિ સુવ્રત સ્વામીસ્તવન-સ્તબક’ (લે.ઈ.૧૭૯૬), ૭ કડીની ‘મેરુશિખર-લાવણી’, ૫ કડીની ‘વસંત’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘સમ્યકત્વ પંચશિંતિકા-સ્તવન’, ‘હરિયાલીઓ-એ કૃતિઓ મળે છે, તે કયા પદ્મવિજયની છે તે નિશ્ચિત નથી. ૬૪ કડીની ‘વ્રતચોપાઈ’ (ર.ઈ.૧૫૮૯) સમય દૃષ્ટિએ જોતાં પદ્મવિજય-૧ની હોવાની સંભાવના છે. જિનવિજયને નામે નોંધાયેલી ૧૩ કડીની ‘નેમિ બારમાસ’ (મુ.) તથા વિપ્રલંભને સંદર્ભે વર્ષાનું વર્ણન કરતી ૭ કડીની ઋતુકાવ્યપ્રકારની એક અન્ય કૃતિ (મુ.) ‘ઉત્તમ જિન’ એવી છાપની સમાનતાને કારણે પદ્મવિજય-૩ની હોવાની સંભાવના વધુ જણાય છે. કૃતિ : ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યોવિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૨. જૈરસંગ્રહ; ૩. પ્રામબાસંગ્રહ (+સં.); ૪. પ્રાસ્તસંગ્રહ; ૫. શ્રી વર્ધમાન તપ પદ્યાવલી, પ્ર. શાંતિલાલ હ. શાહ, સં. ૧૯૮૨. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, સં. અગરચંદ નાહટા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]