ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુરુષોત્તમ
Revision as of 09:18, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુરુષોત્તમ'''</span> : આ નામે ‘પંદર તિથિઓ’, ૯ પદનું ‘ભ્રમર-ગીત’(મુ.), ‘શ્રીકૃષ્ણની રાસલીલા’(મુ.) તથા થાળ, કૃષ્ણકીર્તન અને જ્ઞાનભક્તિવિષય પદો (કેટલાંક મુ.) મળે છે. સગુણ ભ...")
પુરુષોત્તમ : આ નામે ‘પંદર તિથિઓ’, ૯ પદનું ‘ભ્રમર-ગીત’(મુ.), ‘શ્રીકૃષ્ણની રાસલીલા’(મુ.) તથા થાળ, કૃષ્ણકીર્તન અને જ્ઞાનભક્તિવિષય પદો (કેટલાંક મુ.) મળે છે. સગુણ ભક્તિવાળાં પદોની ભાષા નિર્ગુણ ભક્તિવાળાં પદોની ભાષાની તુલનાએ જૂની જણાય છે. એમના કર્તા કયા પુરુષોત્તમ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃકાદોહન : ૬; ૪. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કા. ઈ.૧૮૮૭; ૫. ભસાસિંધુ; ૬. ભ્રમરગીતા (કવિ બ્રેહેદેવકૃત) : અન્ય કવિઓની વૈષ્ણવગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૬૪. સંદર્ભ : ૧. અમસંપરંપરા; ૨. કવિચરિત : ૩; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગભાવિ.[ચ.શે.]