ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મમુનિ-૨

Revision as of 09:42, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ્મમુનિ-૨ [ઈ.૧૭૪૩માં હયાત] : જૈન સાધુ. સુંદરવિજ્યના શિષ્ય. ૭ કડીનું ‘આદિજિન-સ્તવન’ (મુ.), ૧૬ કડીની ‘ઇરિયાવહી-સઝાય (મુ.) તથા ‘નવવાડ-સઝાય (ર.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯, આસો સુદ ૧૫, રવિવાર)ના કર્તા. ૨૦થી વધુ ઢાળની પણ અપૂર્ણ કૃતિ ‘પુણ્યસાર-ચોપાઈ (ર.ઈ.૧૬૫૩?) પણ એમને નામે નોંધાયેલી મળે છે, જે સમયને કારણે કોઈ અન્ય પદ્મની પણ હોઈ શકે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈરસંગ્રહ; ૩. રત્નાસાર : ૨. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).[ર.સો.]