ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમવિજય-૪

Revision as of 06:09, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમવિજય-૪'''</span> [ઈ.૧૭૭૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય. સુરતના સગરામપુરા વિસ્તારના વાસુપૂજ્યસ્વામીના દેરાસરના પ્રતિષ્ઠામહોત્સવનું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રેમવિજય-૪ [ઈ.૧૭૭૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય. સુરતના સગરામપુરા વિસ્તારના વાસુપૂજ્યસ્વામીના દેરાસરના પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરતી ૧૨ ઢાળ અને ૧૨૧ કડીની ’છ’વાસુપૂજ્યજિન-સ્તવન/વાસુપૂજ્ય સ્વામીના દેરાસરનું વર્ણન’ (ર.ઈ.૧૭૭૭; મુ.) નામની કૃતિના કર્તા. કૃતિ : સૂર્યપુરરાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોકસી, ઈ.૧૯૪૦. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]