ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ-ભીમો

Revision as of 10:02, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભીમ/ભીમો'''</span> : આ નામે ૩૩ કડીનો ‘દાંતજીભ-સંવાદ’ (લે.ઈ.૧૭૫૨), ‘કૃષ્ણકીર્તનનાં પદ’(મુ.), ‘ગુરુમહિમા’ તથા ૩૩ કડીની ‘શ્રી વિજયદાનસૂરિ-સઝાય’(મુ.) એ કૃતિઓ મળે છે. ‘શ્રી વિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભીમ/ભીમો : આ નામે ૩૩ કડીનો ‘દાંતજીભ-સંવાદ’ (લે.ઈ.૧૭૫૨), ‘કૃષ્ણકીર્તનનાં પદ’(મુ.), ‘ગુરુમહિમા’ તથા ૩૩ કડીની ‘શ્રી વિજયદાનસૂરિ-સઝાય’(મુ.) એ કૃતિઓ મળે છે. ‘શ્રી વિજ્યદાનસૂરિ-સઝાય’ એ કૃતિ તપગચ્છના આનંદવિમલસૂરિની પરંપરામાં થયેલા વિજયદાન ઉપરની કૃતિ હોઈ કર્તા તપગચ્છના કોઈ સાધુ હોવાની સંભાવના છે. આ સિવાયની કૃતિઓના કર્તા કયા ભીમ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. નકાદોહન; ૩. પ્રાકાસુધા : ૨; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. પ્રાકકૃતિ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]