અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ધારાવસ્ત્ર
Revision as of 16:40, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય, ક્યાંથી, અચાનક… સૂર્ય પણ જાણે ક્ષણ હડસ...")
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.
(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)