અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/બનાવટી ફૂલોને
Revision as of 17:01, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> તમારે રંગો છે, અને આકારો છે, કલાકારે દીધો, તમ સમીપ આનંદકણ છે; અને...")
તમારે રંગો છે,
અને આકારો છે,
કલાકારે દીધો, તમ સમીપ આનંદકણ છે;
અને બાગોમાંના કુસુમ થકી લાંબું જીવન છે.
ઘરોની શોભામાં,
કદી અંબોડામાં,
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું;
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.
પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું?
વસંતે વાયુનું રસિક અટવું વા અનુભવ્યું?
ન જાણો નિંદું છું,
પરંતુ પૂછું છું :
તમારા હૈયાના ગહન મહીંયે આવું વસતું :
દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું?'
(બારી બહાર, પૃ. ૪૭)