ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મંછારામ-૨

Revision as of 15:13, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મંછારામ-૨'''</span> [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : જ્ઞાનમાર્ગી કવિ. સુરતના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. નિરાંતના પ્રમુખ શિષ્યોમાંના એક. સુરતની દૂધારા શેરીની જ્ઞાનગાદીના સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મંછારામ-૨ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : જ્ઞાનમાર્ગી કવિ. સુરતના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. નિરાંતના પ્રમુખ શિષ્યોમાંના એક. સુરતની દૂધારા શેરીની જ્ઞાનગાદીના સ્થાપક. ‘ગુરુમુખવાણી’એ ઈ.૧૮૭૭/સં.૧૯૩૩, અધિક જેઠ વદ ૩, બુધવારને એમના અવસાનદિવસ તરીકે નોંધ્યો છે. તેમનાં હિન્દી-ગુજરાતી ૧૮ પદ(મુ.) મળે છે. કૃતિ : ૧. ગુમાવાણી; ૨. જ્ઞાનોદય પદસંગ્રહ, સં. કેવળરામ કાળુરામ ભગત,- સંદર્ભ : ૧. નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૫૯.[દ.દ. , ર.સો.]