ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્ય-૮

Revision as of 15:54, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનવિજ્ય-૮'''</span> [ઈ.૧૭૯૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરાજસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૯૭/સં. ૧૮૫૩, ફાગણ સુદ ૨) તથા ‘માનતુંગમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માનવિજ્ય-૮ [ઈ.૧૭૯૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરાજસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૯૭/સં. ૧૮૫૩, ફાગણ સુદ ૨) તથા ‘માનતુંગમાનવતી-રાસ’ના કર્તા. ‘ગજસિંહકુમાર-રાસ’ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ‘ગુજરાતના સારસ્વતો’ તથા ‘મધ્યકાલીન રાસસાહિત્ય’માં ‘રાજસિંહકુમાર રાસ’ના નામે ઉલ્લેખાયેલ છે, જે ‘જૈન ગૂર્જર કવિઓ’ : ૩(૧)’માં થયેલી ભૂલનું પરિણામ છે. ખરેખર તે ‘ગજસિંહકુમાર-રાસ’ જ છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧)૨; ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[ર.ર.દ.]