ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂળ-મૂળજી

Revision as of 04:20, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મૂળ/મૂળજી'''</span> : ‘મૂળ/મૂળદાસ’ એવી નામછાપ દર્શાવતાં પણ ‘મૂળજી ભક્ત’ એવા નામ હેઠળ કૃષ્ણભક્તિ, ને વૈરાગ્યબોધનાં ગુજરાતી તેમ જ ગુજરાતી-હિંદીમિશ્ર (ક્યાંક અરબીફાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મૂળ/મૂળજી : ‘મૂળ/મૂળદાસ’ એવી નામછાપ દર્શાવતાં પણ ‘મૂળજી ભક્ત’ એવા નામ હેઠળ કૃષ્ણભક્તિ, ને વૈરાગ્યબોધનાં ગુજરાતી તેમ જ ગુજરાતી-હિંદીમિશ્ર (ક્યાંક અરબીફારસીની છાંટવાળાં) ૭૮ પદો(મુ.) અને લીંબડીના ઠાકોર હરભમજીએ કાઠીઓ પર લીધેલા વેર અંગેનો, વીરરસયુક્ત અને ગદ્યપદ્યમિશ્રિત ભાષામાં લખાયેલ ‘કાઠીઓ ઉપર વેરનો સલોકો’ના કર્તા કયા મૂળજી છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ભજનિક કાવ્ય સંગ્રહ, સં.શા.વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧.[ર.સો.]