ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્ય-૨

Revision as of 16:25, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માનવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. ‘દ્વાદશભાવના’ (ર.ઈ.૧૬૪૭), ‘અંજનાસુંદરી-સઝાય’(ર.ઈ.૧૬૬૦), ૬ ઉલ્લાસ, ૯૨ ઢાળ અને ૩૮૯૨ કડીની ‘વિક્રમાદિત્ય-ચરિત્ર/વિક્રમાદિત્ય પંચદંડ-ચોપાઈ /લીલાવતી(વિક્રમપત્ની)-રાસ’(ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, પોષ સુદ ૮, બુધવાર), ૪૨ કડીની ‘ચંદ્રોદય-સઝાય’(ર.ઈ.૧૬૮૨), ‘નવપદ-સ્તવન’ વગેરે કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો : ૩. જૈસાઇતિહાસ; ૪. જૈનરાસમાળા (પુરાવણી), સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૧૪;  ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. લીંહસૂચી. [ર.ર.દ.]