ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નસુંદર-૫
Revision as of 09:30, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નસુંદર-૫'''</span> [ ] : વડતપગચ્છના જૈન સાધુ. જયધીરના શિષ્ય. ૪૯ કડીના ‘આદીશ્વર-સ્તવન’ તથા ૨૧ કડીના અપભ્રંશમાં રચાયેલા ‘અર્બુદગિરિતીર્થબિંબપરિમ...")
રત્નસુંદર-૫ [ ] : વડતપગચ્છના જૈન સાધુ. જયધીરના શિષ્ય. ૪૯ કડીના ‘આદીશ્વર-સ્તવન’ તથા ૨૧ કડીના અપભ્રંશમાં રચાયેલા ‘અર્બુદગિરિતીર્થબિંબપરિમાણ-સંખ્યાયુક્ત-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, અષાડ-શ્રાવણ ૧૯૮૪-‘રત્નસુંદરકૃત શ્રી અર્બુદગિરિવર તીર્થબિંબ પરિમાણ સંખ્યાયુક્ત’, સં. ચતુરવિજ્ય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]