ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામદાસ-૩

Revision as of 05:16, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામદાસ-૩'''</span> [ઈ.૧૬૩૭માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરપરામાં ઉત્તમના શિષ્ય. ૪ ખંડ અને ૮૨૩ કડીના ‘પુણ્યપાલનો રાસ’ (ર.ઈ.૧૬૩૭/સં.૧૬૯૩, જેઠ વદ ૧૩, ગુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રામદાસ-૩ [ઈ.૧૬૩૭માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરપરામાં ઉત્તમના શિષ્ય. ૪ ખંડ અને ૮૨૩ કડીના ‘પુણ્યપાલનો રાસ’ (ર.ઈ.૧૬૩૭/સં.૧૬૯૩, જેઠ વદ ૧૩, ગુરુવાર)ના કર્તા. આ નામે મળતું, હિન્દીની અસરવાળું ૪ કડીનું ૧ પદ(મુ.) અને ૯૩ કડીનું ‘કર્મરેખાભવાની-ચરિત્ર’ એ કૃતિઓ પણ આ રામદાસની હોવા સંભવ છે. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. કૅટલૉગગુરા; ૪. જૈગૂકવિઓ : ૩(૧,૩).[શ્ર.ત્રિ.]