ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાધા શાહ

Revision as of 10:22, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાધા(શાહ)'''</span> [સં. ૧૮મી સદી] : કડવાગચ્છના જૈન સાધુ. કડૂઆ-કડવાની પરંપરામાં થોભણના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, આસો સુદ ૧૦, શુક્રવાર), ‘સામાયિક-સઝાય’ (ર.ઈ.૧૭૦૭), ‘જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લાધા(શાહ) [સં. ૧૮મી સદી] : કડવાગચ્છના જૈન સાધુ. કડૂઆ-કડવાની પરંપરામાં થોભણના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, આસો સુદ ૧૦, શુક્રવાર), ‘સામાયિક-સઝાય’ (ર.ઈ.૧૭૦૭), ‘જંબૂકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૦૮/સં.૧૭૬૪, કારતક સુદ ૨, ગુરુવાર), ઐતિહાસિક માહિતી દર્શાવતી ૧૫ કડીની ‘થિરપુર મંડનશ્રી મહાવીર જિન-સ્તવન’ (ર.ઈ.૧૭૨૮/સં.૧૭૮૩, મહા વદ ૧૩; મુ.), ૫ ઢાળ તથા ૮૧ કડીની ‘સૂરત-ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૭૩૭/સં.૧૭૯૩, માગશર વદ ૧૦, ગુરુવાર; મુ.), ૭ ઢાલ તથા ૯૨ કડીની ઐતિહાસિક કૃતિ ‘શિવચંદજીનો રાસ’ (ર.ઈ.૧૭૩૯/સં.૧૭૯૫, આસો સુદ ૫; મુ.), ગદ્યકૃતિ ‘પૃથ્વીચંદ્ર ગુણસાગરચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૫૧/સં. ૧૮૦૭, માગશર સુદ ૫, રવિવાર), ૧૧ કડીની ‘આઠ મદની સઝાય’, ‘પાટણ ચૈત્યપરિપાટી’, ‘વિચારરત્નાકર-બાલાવબોધ’, ‘સ્ત્રી શિખામણ-સઝાય’-એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ(+સં.); ૨. જૈન કથારત્નકોષ : ૭, પ્ર. ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૨; ૩. પ્રાતીસંગ્રહ; ૪. સૂર્યપૂર રાસમાળા, કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦;  ૫. જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૭-‘થિરપુરમંડન મહાવીર જિન સ્તવન’, સં. શ્રીવિજ્યયતીન્દ્રસૂરિજી; ૬. એજન, જૂન ૧૯૫૩-‘કડૂઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯, ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૭. ડિકૅટલૉગભાઇ : ૧૯(૨); ૮. મુપુગૂહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]