ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલવિજ્ય-૧

Revision as of 10:37, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાલવિજ્ય-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલની પરંપરામાં શુભવિજ્યના શિષ્ય. ૬ ઢાળના ‘મહાવીરસ્વામીનું સત્તાવીશભવનું સ્તવન’ (ર.ઈ.૧૬૦૬/સં.૧...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લાલવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલની પરંપરામાં શુભવિજ્યના શિષ્ય. ૬ ઢાળના ‘મહાવીરસ્વામીનું સત્તાવીશભવનું સ્તવન’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, આસો સુદ ૧૦; મુ.), ૪૦/૪૫ કડીની ‘સુદર્શનશ્રેષ્ઠિ-સઝાય’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬, માગશર-), ૩૪ કડીની ‘જ્ઞાતાધર્મ ઓગણીસ અધ્યયન-સઝાય/જ્ઞાતાધર્મ કથાંગસૂત્ર-ભાસ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, અસાડ વદ ૪, રવિવાર), ૧૪ કડીનો ‘કયવન્નાઋષિ-રાસ’, ‘નંદન-મણિયાર-રાસ’ (*મુ.), ૨૫/૨૭ કડીની ‘કુંડલી-સઝાય/કુંડલીરૂપ-સંસારશીલ-સઝાય’, ૧૯ કડીની ‘ઘીની સઝાય’(મુ.), ૧૮ કડીની ‘દશાર્ણભદ્રની સઝાય’ (મુ.), ૨૭ કડીની ‘મેઘકુમાર-સઝાય’(મુ.), ૩૦/૩૩ કડીની ‘બાહુબલિ-સઝાય/ભરતબાહુબલિ-સઝાય’, ૧૩ કડીની ‘રતનશી-સઝાય/રેંટિયાની સઝાય’(મુ.), ૫ કડીની ‘વિચાર-સઝાય’ અને ૧૪ કડીનું ‘સિમંધરજિન-સ્તવન/સીમંધર-વિનતિ’(મુ.)-એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી હિન્દીમાં, ૨૬ કડીનો ‘નેમિનાથ-દ્વાદશમાસ/નેમિ-રાજિમતિ-બારમાસ’ (ર.ઈ.૧૬૨૪ આસપાસ) પણ મળે છે. કૃતિ : *૧. નંદનમણિયારનો રાસ, પ્ર. ભીમસી માણેક,-;  ૨. જિભપ્રકાશ; ૩. જિસ્તકાસંદોહ : ૧, ૨; ૪. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૫. જૈસમાલા(શા) : ૩; ૬. રત્નસાર : ૨ પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૭. સસન્મિત્ર(ઝ.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]