ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લલિતસાગર-૩

Revision as of 12:01, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લલિતસાગર-૩ [ ] : તપગચ્છના જૈન સાધુ. દીપસાગર ઉપાધ્યાયની પરંપરામાં પંડિત તેજસાગરના શિષ્ય. વિજ્યપ્રભસૂરિના ગુણોને વર્ણવતી ૮ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજ્યપ્રભસૂરિ (ઈ.૧૬૨૧-ઈ.૧૬૯૩)ના હયાતીકાળ દરમ્યાન રચાયેલી જણાય છે તેથી કવિ ઈ.૧૭મી સદીમાં થઈ ગયા હોવાનું કહી શકાય. કૃતિ : ઐસમાળા (+સં.). [ગી.મુ.]