ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભકુશલ

Revision as of 12:05, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લાભકુશલ [ઈ.૧૭૦૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરિની પરંપરામાં વૃદ્ધિકુશલના શિષ્ય. ૧૦૦૦ ગ્રંથાગ્રના ‘સ્થૂલિભદ્ર અવચૂરિ/સ્થૂલિભદ્રની ચોપાઈ-રાસ’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, ચૈત્ર વદ ૧૦, ગુરુવાર; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : (દેર) કુમારપાલપ્રતિબોધ, સં. લુડવિગ આલ્સફોર્ડ, ઈ.૧૯૨૮ (જ.). સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [શ્ર.ત્રિ.]