ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલ મુનિ લીલો

Revision as of 12:10, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લાલ(મુનિ)/લીલો [ઈ.૧૫૮૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમવિમલની પરંપરામાં હેમસોમના શિષ્ય. આ આ કવિ સાગરપુરમાં રહેતા હતા એવી માહિતી ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આપે છે. ૩૫૮ કડીના ‘સુંદરશ્રેષ્ઠી/સુંદરશેઠની વાર્તા/રૂપસુંદરી-રાસ’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૩૬, કારતક સુદ ૫)ના કર્તા. આ કર્તા અને લાલ-૧ બંને એક હોવાની સંભાવના ‘જૈન ગૂર્જરકવિઓ : ૩’માં કરવામાં આવી છે. સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. ડિકૅટલૉગબીજે; ૫. મુપુગૂહસૂચી. [કી.જો.]