ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલચંદ્ર ગણિ-૩
Revision as of 12:16, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
લાલચંદ્ર(ગણિ)-૩ [ઈ.૧૭૧૫ પછી] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં ધર્મવિજ્યના શિષ્ય. ભીમવિજ્ય (અવ.ઈ.૧૭૧૫/સં.૧૭૭૧, ભાદરવા વદ ૧૫, રવિવાર) વિષયક ૧૦૨ કડીના ‘ભીમવિજ્યગણિશિષ્ય-રાસ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૮-‘ભીમવિજ્યગણિરાસકા સાર’, ભંવરલાલજી નાહટા. [શ્ર.ત્રિ.]