ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વનમાળીદાસ

Revision as of 05:57, 12 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વનમાળીદાસ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ઈ.૧૬૭૦ પછી ઓરંગઝેબનું વ્રજ પર આક્રમણ થવાથી શ્રીનાથજી મેવાડ પધાર્યા એ પ્રસંગને અનુરૂપ ઐતિહાસિક કાવ્ય રચનાઓમાં આ કવિ પણ હતા. ‘વનમાળી’ નામછાપ ધરાવતું કૃષ્ણલીલાનું ૧ પદ(મુ.) તથા ‘વનમાળી ગિરધર’ને નામે ’નરસિંહ મહેતાની હૂંડી’ નોંધાયેલી મળે છે. આ બન્ને કૃતિઓના કર્તા પ્રસ્તુત વનમાળીદાસ હોઈ શકે. પરંતુ નિશ્ચિતપણે કહેલું મુશ્કેલ છે. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]