સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આર્નોલ્ડ બાકે/ગ્રામજનોની દિલેરી

Revision as of 11:56, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અત્યાર સુધીની અમારી મુસાફરીઓમાં કાઠિયાવાડનો પ્રવાસ અમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          અત્યાર સુધીની અમારી મુસાફરીઓમાં કાઠિયાવાડનો પ્રવાસ અમારી શ્રેષ્ઠ સ્મૃતિ છે. એ મુલાકાત સાચેસાચાં આધ્યાત્મિક મૂલ્યોના અનુભવોથી અંકિત છે, અને સમગ્ર ભારતનું કાચું સર્વેક્ષણ કરવાની જવાબદારી મેં માથે ન લીધી હોત તો એકાદ વરસ માટે અમે કાઠિયાવાડમાં સ્થાયી બન્યાં હોત. ત્યાંનાં ગ્રામજનોમાં અમને ભારતમાં બીજે ક્યાંય જોવા ન મળી એવી વિશિષ્ટ આંતર્ગત દિલેરીનાં દર્શન થયાં છે. આ ગુણને ગરીબી સાથે લેવાદેવા નથી. કાશ્મીરના લોકો કંગાળ છે, પણ એમનામાં એ ગુણ નથી જોવા મળતો. આ કદાચ રાજપૂતાનાના જ સંસ્કાર હોય. [ઝવેરચંદ મેઘાણી પર પત્ર : ૧૯૩૯]