વસુધા/કમલદલમાં

Revision as of 11:45, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કમલદલમાં|}} <poem> પ્રભાતે જે રીતે કમલદલમાં ઝાકળ તણું ઝિલાયેલું બિન્દુ નવલ રસ શભા અરપતું રહે તેને, જે ના અમિત પથરાયાં જલ નીચે શકે દેઈ, તેવી મુજ દિલદલે બિન્દરચના બની તારી ગૈ છે, તર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કમલદલમાં

પ્રભાતે જે રીતે કમલદલમાં ઝાકળ તણું
ઝિલાયેલું બિન્દુ નવલ રસ શભા અરપતું
રહે તેને, જે ના અમિત પથરાયાં જલ નીચે
શકે દેઈ, તેવી મુજ દિલદલે બિન્દરચના
બની તારી ગૈ છે, તરલ સપનાન્તોતણું ઉષા!

અહો, એ બિન્દુને કમલદલ પોતાનું કરવા
મથે, ને તે બિન્દુ પણ કમલમાંહે ગરકવા
ચહે, ને તે બંને નિકટતમ અન્યોન્યની વસે
છતાં એ જુદાં તે રહી નિત તણાં જાય જ જુદાં.

સખી! આથી મારે વધુ ઉચરવાનું નહિ કશું, ૧૦
ઉડે છે તુંથી જે અગરુ સમ કે સૌરભ સુખી
મને વીંટી લેતી મુરછિત કરે છે સુખદુઃખી,

બધાં ઓસો – સ્વપ્નો સુકવત કડે સૂરજ ઉગે
સુધીમાં ત્યાં ધારી લઉં દિલદલે. આવ, સુભગે!