ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વર્ષાવર્ણન’

Revision as of 15:35, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘વર્ષાવર્ણન’ : ‘નેમિ-બારમાસ’સાથે જિનવિજ્યને નામે મુદ્રિત થયેલી ૭કડીની આ કૃતિ(મુ.) “પિયારા ઉત્તમ જિન મન માંહિ ધરી” એ પંક્તિને કારણે જિનવિજ્યશિષ્ય ઉત્તમવિજ્ય કે જિનવિજ્ય-ઉત્તમ વિજ્યશિષ્ય પદ્મવિજ્યની હોવાનું સંભવે છે. વર્ષાઋતુની ભૂમિકામાં વિરહભાવનું આલેખન કરતી આ કૃતિમાં વર્ષાનું નાદચિત્ર કવિએ કુશળતાથી ઉપસાવ્યું છે. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧ (+સં.). [જ.કો.]