ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાલિસૂરિ

Revision as of 06:07, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાલિસૂરિ'''</span> [ઈ.૧૪૨૨ પૂર્વે] : જૈન કવિ. કવિના ‘વિરાટપર્વ’માંથી માણિક્યસુંદર-સૂરિએ પોતાનો ‘પૃથ્વીચંદ્ર-ચરિત’ (ર.ઈ.૧૪૨૨)માં ૨ કડીની ૧-૧- પંક્તિ ઉદ્ધૃત કરી છે. એટલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શાલિસૂરિ [ઈ.૧૪૨૨ પૂર્વે] : જૈન કવિ. કવિના ‘વિરાટપર્વ’માંથી માણિક્યસુંદર-સૂરિએ પોતાનો ‘પૃથ્વીચંદ્ર-ચરિત’ (ર.ઈ.૧૪૨૨)માં ૨ કડીની ૧-૧- પંક્તિ ઉદ્ધૃત કરી છે. એટલે કવિ ઈ.૧૪૨૨ પૂર્વે થઈ ગયા હોવાનું કહી શકાય. ૨ ખંડમાં વિભક્ત ૧૮૩ કડીનું ‘વિરાટપર્વ’  (ર.ઈ.૧૪૨૨ પૂર્વે; મુ.) મહાભારતની જૈન પરંપરાને બદલે વ્યાસકૃત મહાભારત કથાને અનુસરે છે અને કવિ માત્રામેળને બદલે અક્ષરમેળ છંદો પ્રયોજે છે એ દૃષ્ટિએ વિશિષ્ટ કાવ્ય છે. મહાભારતકથાના મુખ્ય કથાપ્રસંગોને જાળવી કવિએ સમગ્ર કૃતિમાંથી પાંડવોના વીરત્વને ઉપસાવવા તરફ લક્ષ આપ્યું છે. વક્તવ્યને ધારદાર બનાવવા પ્રયોજાયેલી લોકકિતોને લીધે કાવ્યની શૈલી લાક્ષણિક બની છે. ‘પંચપાંડવચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૩૫૪)ના કર્તા શાલિભદ્રસૂરિ અને આ કાવ્યના કર્તા એક છે એવી સંભાવના મોહનલાલ દ. દેશાઈએ વ્યક્ત કરી છે. કૃતિ : ૧. વિરાટપર્વ, સં. ચિમનલાલ ત્રિવેદી, કનુભાઈ શેઠ, ઈ.૧૯૬૯;  ૨. ગુરાસાવલી. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧;  ૫. જૈગૂકવિઓ : ૩(૧). [ભા.વૈ.]