ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિ-સૂરિ-૨

Revision as of 06:08, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિ(સૂરિ)-૨'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬ની સદી મધ્યભાગ] : સાંડેરગચ્છના જૈન સાધુ. આમદેવસૂરિના શિષ્ય. તેઓ ઈ.૧૫૪૩ સુધી હયાત હતા એમ ‘જૈન ગૂર્જર કવિઓ’એ નોંધ્યું છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શાંતિ(સૂરિ)-૨ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬ની સદી મધ્યભાગ] : સાંડેરગચ્છના જૈન સાધુ. આમદેવસૂરિના શિષ્ય. તેઓ ઈ.૧૫૪૩ સુધી હયાત હતા એમ ‘જૈન ગૂર્જર કવિઓ’એ નોંધ્યું છે. દાનનો મહિમા સમજાવતો પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં રચાયેલો ને વિવિધ છંદોનો ઉપયોગ કરતો ૧૩૭ કડીનો ‘સાગરદત્ત-રાસ’ (ર.ઈ.૧૪૬૧-૬૩ આસપાસ) તથા ૧૫૦ કડીની ‘નવકાર-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]