ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવચંદ-૧
Revision as of 16:28, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
શિવચંદ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં ક્ષેમકીર્તિશાખાના સમયસુંદરના શિષ્ય. ‘વીશ-સ્થાનકપૂજા’ (ર.ઈ.૧૮૧૫/સં.૧૮૭૧, ભાદરવા વદ ૧૦), ‘એકવીશ પ્રકારી પૂજા’ (ર.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, મહા સુદ ૫, રવિવાર), ‘ઋષિમંડલપૂજા/ચતુર્વિંશતિજિનપૂજા/પૂજાની ચોવીશી’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, દ્વિતીય આસો સુદ ૫, શનિવાર; મુ.) અને ‘નંદીશ્વરપૂજા’ના કર્તા. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ૨’માં ‘નંદીશ્વર-પૂજા’ની ર.ઈ.૧૮૧૫ મૂકી છે, પણ એનો કોઈ આધાર મળતો નથી. કૃતિ : ચોસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
{{HeaderNav2
|previous = શિવચંદ-શિવચંદ્ર
|next = શિવચંદ્ર-૨