ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીવંત-૧

Revision as of 17:09, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીવંત-૧'''</span> [ઈ.૧૫૭૫માં હયાત] : કડવાગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં કમલવિજ્યના શિષ્ય. ૧૬૫ કડીની ‘દંડકવિચારગર્ભિતશાંતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૭૫) તથા ૧૦૩ કડીન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શ્રીવંત-૧ [ઈ.૧૫૭૫માં હયાત] : કડવાગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં કમલવિજ્યના શિષ્ય. ૧૬૫ કડીની ‘દંડકવિચારગર્ભિતશાંતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૭૫) તથા ૧૦૩ કડીની ‘જિનપ્રતિમા હૂંડી-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]