ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીસાર

Revision as of 17:10, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીસાર'''</span> [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નહર્ષ વાચકના શિષ્ય. ‘ગુણસ્થાન ક્રમારોહ પર બાલાવબોધ’ (ર.ઈ.૧૬૨૨), ‘સત્તરભેદી પૂજાગર્ભિત શાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬),...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શ્રીસાર [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નહર્ષ વાચકના શિષ્ય. ‘ગુણસ્થાન ક્રમારોહ પર બાલાવબોધ’ (ર.ઈ.૧૬૨૨), ‘સત્તરભેદી પૂજાગર્ભિત શાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૧૧ ઢાલની ‘જિનરાજસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, અસાડ વદ ૧૩; મુ.), ‘પાર્શ્વનાથ-રાસ’ (ર.ઈ.૧૬૨૭), ૨૫૨ કડીની ‘આનંદશ્રવાક-સંધિ’ (ર.ઈ.૧૬૨૯), ‘મોતીકપાસિયા-સંવાદ’ (ર.ઈ.૧૬૩૩), ૫૨ કડીની ‘કવિતબાવની/સાર-બાવની’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, આસો સુદ ૧૦), ‘વાસુપૂજ્યરોહિણી-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬), ૪ ઢાળનું ‘ઉજમણા નિમિત્ત રોહિણી-સ્તવન’ (ર.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, શ્રાવણ સુદ ૪; મુ.), ૭૦ કડીની ‘ઉપદેશ-સિત્તરી/ગર્ભવેલી/જીવભવઉત્પત્તિનું વર્ણન/તંદુલ થયાની સૂત્ર-સઝાય’ (મુ.), ૧૪ કડીની ‘મેઘકુમાર-સઝાય’(મુ.), ૨૦/૨૧ કડીનું ‘ફલવર્ધિપાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૨૧ કડીની ‘સ્યાદવાદની સઝાય’(મુ.), ‘કૃષ્ણરુક્મિણી-વેલિ-બાલાવબોધ’, ગૌતમપૃચ્છા-સ્તવન’, ‘જય-વિજ્ય/જયવિનય-ચોપાઈ’, ‘તમાકુ-ગીત’, ૧૪ કડીનું ‘દશશ્રાવક-ગીત’, ‘જિનપ્રતિમા-સ્થાપના-સ્તવન’ તથા રાજસ્થાનીમિશ્ર હિન્દી ભાષામાં ૨૦ કડીની ‘સ્વાસ્થ્ય-સઝાય’(મુ.) અને સંસ્કૃતમાં ‘મહાવીરસ્તુતિ-વૃત્તિ’, ‘અનેક શાસ્ત્રસારસમુચ્ચય’, છ કાંડમાં ‘નામ-કોશ’ જેવી અનેક કૃતિઓની એમણે રચના કરી છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ (+સં.); ૩. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ; પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૪. જૈસમાલા (શા) : ૨; ૫. જૈસસંગ્રહ (જૈ); ૬. જૈન સુબોધ સ્તવનસંગ્રહ, સં. જુગરાજ ભૈં. શેઠિયા, ઈ.૧૯૨૩; ૭. જ્ઞાનાવલી; ૮. ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્રકા. શ્રાવક મંગળદાસ લ. સં. ૧૯૬૯; ૯. સજઝાયમાલા(શ્રા) : ૧;  ૧૦. જૈન સત્યપ્રકાશ ફેબ્રુ. ૧૯૪૯-‘પાર્શ્વનાથ-સ્તોત્ર’, સં. રમણિકવિજ્યજી; ૧૧. એજન, ફેબ્રુ. ૧૯૪૬-‘ફલવર્ધિ પાર્શ્વનાથસ્તુતિ’, સં. શોર્લોટ ક્રાઉઝે (+સં.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય; ૫. યુજિનચંદ્રસૂરિ;  ૬. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨-‘કતિપય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા;  ૭. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૮. જૈહાપ્રોસ્ટા; ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. રાહસૂચી : ૧; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]