ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૪

Revision as of 10:42, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હરિદાહ-૪ [ઈ.૧૬૪૪માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથજીના શિષ્ય. ભરૂચના વતની. પિતા નાથાભાઈ, માાતા ગંગાબાઈ. ૫૨ ધોળની ‘અનુભવાનંદ’ (ર.ઈ.૧૬૪૪/હં.૧૭૦૦, ફાગણ હુદ ૩, શનિવાર; મુ.)માં ગોકુલેશપ્રભુ (શ્રીગોકુલનાથજી)ના અવતારી હ્વરૂપનું વર્ણન છે. આદિત્ય, હાગર, મેઘ, હરોવર ને કુલદીપ હાથે ગોકુલેશ પ્રભુને હરખાવી કવિએ એમનું બહુ ભાવમય વર્ણન કર્યું છે. ગ્રંથના પ્રારંભમાં મુકાયેલું ગદ્ય ઈ.૧૭મી હદીના ગદ્યને હમજવામાં ઉપકારક બને છે. ‘વિરહગીતા’ (અંશત: મુ.), ‘જન્મલીલા’, ‘રહમંજરી/ભક્તહુખદમંજરી’ તથા ધોળ, કીર્તન વગેરે કવિની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. ગોકુલેશ ધોળ પદ માધુરી,-; ૨. અનુગ્રહ, એપ્રિલ-મે ૧૯૬૦-‘હરિદાહ વૈષ્ણવ અને અનુભવાનંદ ગ્રંથ’, ચિમનલાલ મ. વૈદ્ય (+હં.). હંદર્ભ : કવિચરિત : ૧-૨; ગોપ્રભકવિઓ; ૩. પુગાહાહિત્યકારો. [ર.હો.]