ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સકલચંદ્ર ગણિ-૧

Revision as of 13:13, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સકલચંદ્ર(ગણિ)-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ (જ.ઈ.૧૫૩૯-અવ.ઈ.૧૬૧૪)ના પ્રથમ શિષ્ય. ગોત્ર રીહડ. ઈ.૧૫૭૨માં તેઓ હયાત હતા એવો એક પત્રમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સકલચંદ્ર(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ (જ.ઈ.૧૫૩૯-અવ.ઈ.૧૬૧૪)ના પ્રથમ શિષ્ય. ગોત્ર રીહડ. ઈ.૧૫૭૨માં તેઓ હયાત હતા એવો એક પત્રમાં ઉલ્લેખ મળે છે. ૭ કડીની ‘ગહૂંલીના’ કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]