ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાહિબ

Revision as of 11:41, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાહિબ'''</span> [ઈ.૧૬૧૯ સુધીમાં] : વિજ્યગચ્છના જૈન સાધુ. ગણસાગરસૂરિના શિષ્ય દેવચંદના શિષ્ય. સાહિબ કર્તાનામ હોવાનું થોડુંક શંકાસ્પદ છે. એમની ‘સંગ્રહણીવિચાર-ચોપાઈ’ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાહિબ [ઈ.૧૬૧૯ સુધીમાં] : વિજ્યગચ્છના જૈન સાધુ. ગણસાગરસૂરિના શિષ્ય દેવચંદના શિષ્ય. સાહિબ કર્તાનામ હોવાનું થોડુંક શંકાસ્પદ છે. એમની ‘સંગ્રહણીવિચાર-ચોપાઈ’ની ર.ઈ.૧૬૨૨ (સં.૧૬૭૮) આપવામાં આવી છે તે લે.ઈ.૧૬૧૯ (સં.૧૬૭૫) સાથે વિસંગતિ ઊભી કરે છે. તે ઉપરાંત રચનાસંવતદર્શક શબ્દો “કલા ઉદધિ વાન અને વિત્ત”નો અર્થ પણ સંદિગ્ધ છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]