ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિવિજ્ય-૨

Revision as of 05:43, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિવિજ્ય-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નકીર્તિસૂરિના શિષ્ય. ‘રાત્રિભોજન-રાસ’ (ર.ઈ.૧૬૬૭), ૯ ઢાળ ને દુહાની ૧૪૭ કડીની ‘રત્નકીર્તિસૂરિ-ચો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સુમતિવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નકીર્તિસૂરિના શિષ્ય. ‘રાત્રિભોજન-રાસ’ (ર.ઈ.૧૬૬૭), ૯ ઢાળ ને દુહાની ૧૪૭ કડીની ‘રત્નકીર્તિસૂરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, અસાડ સુદ ૭, બુધવાર; મુ.) તથા ૪ કડીના ગીતના કર્તા. કૃતિ : ઐજૈકાસંચય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]