સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/વેરાન
Revision as of 06:34, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
પ્રીતવછોર્યા વાછરડાં ધૂસર સંધ્યામાં ભટકે,
કાલિન્દીને નીર ડૂબવા કદંબછાયા લટકે....
ગોપી ને ગોપાળ હવે અણજાણ લોક શાં ફરતાં,
વ્યાકુળ મૂગા પડછાયા શાં ધેનુનાં ધણ ચરતાં.
કો’ક કામળી, કો’ક બંસરી, કો’ક અધૂરું ગાન...
બધું ગયું વિસરાઈ, એકલું ટકી ગયું વેરાન!