સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાબિયા/હે પ્રભુ...

Revision as of 13:02, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હે પ્રભુ, નરકના ભયથી જો હું તારી પૂજા કરું તો મને નરકમાં જ બાળજે. સ્વર્ગની આશાથી તારી આરાધના કરું તો મને સ્વર્ગમાંથી બાકાત રાખજે. પરંતુ હે માલિક, તું જે છે તે ખાતર જ તારી આરાધના કરું તો તારી કૃપાનો કળશ નિ:સંકોચ મારા પર ઢોળજે.