સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિક્ટર હ્યુગો/—ત્યાં સુધી

Revision as of 11:16, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આ ચોતરફના સંસ્કૃતિના બાહ્ય ભપકા છતાં વિશ્વમાં જ્યાં સુધી કાયદા કે રૂઢિના કારણે મનુષ્ય મનુષ્ય વચ્ચે તિરસ્કાર ફેલાય છે અને દુ:ખથી ખદબદતાં નરક જ્યાંત્યાં સરજાય છે, જ્યાં સુધી ગરીબાઈથી અધ:પતિત થતો માનવી, ક્ષુધાના કારણે દેહ વેચતી નારી અને આત્મિક તથા દૈહિક કેળવણીના અભાવને કારણે ક્ષુદ્ર બની જતું બાળક—એ ત્રણ પ્રશ્નો ઊકલ્યા નથી, વિશ્વમાં જ્યાં સુધી દીનતા અને અજ્ઞાનની આ ગૂંગળાવનારી પરિસ્થિતિ પ્રવર્તે છે, ત્યાં સુધી આવા પ્રકારના પુસ્તકની ઉપયોગિતા કદી ઓછી થવાની નથી. [‘લે મિઝરાબ્લ’ નવલકથાની પ્રસ્તાવના: ૧૮૬૨]