સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/त्वमेव भर्ता

Revision as of 07:15, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



તું કોઈ અમેરિકન પત્નીની જેમ
મને છોડીને ચાલી તો ન ગઈ.
તેં મને
અનેક માણસોની વચ્ચે વકીલોને સહારે
કોર્ટમાં બદનામ પણ ન કર્યો.
ન તો ક્યારે આક્રોશ કર્યો, ન ફરિયાદ કરી.
માત્ર એક દિવસ વાતવાતમાં તું આટલું જ બોલી ગઈ:
“આવતે ભવે પતિ તરીકે તમે તો નહીં જ!”