સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શંકરભાઈ બુ. પટેલ/ગામડું

Revision as of 07:50, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ઝાડ તણાં ઝૂંડોમાં છૂપ્યું છે ગામડું!
સૂરજ સંગાથે રોજ ઊગ્યું છે ગામડું!...

પરસેવે રેબઝેબ, તેલ્યું છે ગામડું!
સપનોની છલકાતી થેલ્યું છે ગામડું!...

ગાલ્લીના ઘૂઘરામાં રણકે છે ગામડું!
ગીત જેવું છાતીમાં કણસે છે ગામડું!...