અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/હરી ગયો

Revision as of 06:11, 26 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}{{space}}{{space}}હરિવર મુજને હરી ગયો! મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

                           હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!

અબુધ અંતરની હું નારી,
         હું શું જાણું પ્રીતિ!
હું શું જાણું કામણગારી
         મુજ હૈયે છે ગીતિ!

એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!

સપનામાંયે જે ના દીઠું,
         એ જાગીને જોવું!
આ તે સુખ છે કે દુ :ખ
મીઠું?
         રે હસવું કે રોવું?

ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
                           હરિવર મુજને હરી ગયો!

(છંદોલય, પૃ. ૯૨)