સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિહરભાઈ ભટ્ટ/એકજદેચિનગારી

Revision as of 09:56, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



એક જ દે ચિનગારી
એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો,
ન ફળી મહેનત મારી.
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ-અટારી;
ના સળગી એક સગડી મારી
વાત વિપતની ભારી.
ઠંડીમાં મુજ કાયા થથરે,
ખૂટી ધીરજ મારી;
વિશ્વાનલ, હું અધિક ન માગું,
માગું એક ચિનગારી.

આ એક જ કૃતિથી હરિહરભાઈ ભટ્ટ ગુજરાતમાં કવિ તરીકે એકાએક પ્રસિદ્ધિ પામ્યા.