સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/સ્વતંત્રતા

Revision as of 11:53, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



અમે જ ખોઈ હતી, હવે એ અમે મેળવી સ્વતંત્રતા!
હો, અમે મેળવી સ્વતંત્રતા!
અમે મેળવી, અમે રક્ષશું પ્રાણ સમર્પી સ્વતંત્રતા!
હો, અમે મેળવી સ્વતંત્રતા!
હિમગિરિ ઉન્નત ભવ્ય અમારો,
સૌમ્ય ગંગનાં નિર્મલ નીર;
ઉન્નત ધ્વજ લહરન્ત અમારો,
સૌમ્ય ગુંજતું ચક્ર સુધીર;
ભોમ અમારી પુરાણ એની જગ-ઇતિહાસે અનન્યતા!
ઋતુઋતુનો અહીં સાજ નિરાળો,
સ્વચ્છ વ્યોમ ને લીલી ભોમ;
મુલકમુલક અહીં રંગ નિરાળો,
કમ્પ એક પણ રોમેરોમ;
કોટિ કંઠનું એક ગાન અમ કોટિ કોટિ પણ એક ભુજા!
ભલે પંથ હો વિકટ અમારો,
ભલે ન અજવાળું ભરપૂર;
કદમ ઉઠાવ્યો અમે અમારો.
ભર્યું નયનમાં નવલું નૂર;
પ્રેમ-શૌર્યથી મનુકુલ સુહવી, અમે પૂજશું સ્વતંત્રતા!
[‘રૂપનાં અમી’ પુસ્તક]