સોરઠી બહારવટિયા ભાગ-3/અર્પણ

Revision as of 09:24, 21 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અર્પણ|}} {{Poem2Open}} <center>'''સ્નેહી ભાઈશ્રી ધનસુખલાલ મહેતા,'''</center> પુસ્તકની આ ત્રીજી આવૃત્તિ છે, પણ પુસ્તક અણબોટ્યું છે; આજ લગી એ કોઈને અર્પણ થયું નથી. અર્પણ કોને કરું એ પ્રશ્ન સાથે જ તમે અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અર્પણ
સ્નેહી ભાઈશ્રી ધનસુખલાલ મહેતા,

પુસ્તકની આ ત્રીજી આવૃત્તિ છે, પણ પુસ્તક અણબોટ્યું છે; આજ લગી એ કોઈને અર્પણ થયું નથી. અર્પણ કોને કરું એ પ્રશ્ન સાથે જ તમે અનાયાસે યાદ આવ્યા છો. જ્યારે જ્યારે તમે મને મળ્યા છો, ત્યારે તમે અસલના કાઠિયાવાડને દિલ ભરીને સંભાર્યો છે. તમારી બાલ્યાવસ્થા આ બહારવટિયાઓના કાળને જ ખોળે આળોટી છે. એ અણઘડ બહાદુરોની મર્દાઈ તરફ તમે મમતાભરપૂર રહ્યા છો. આ વૃત્તાંતોની પ્રસિદ્ધિ જ્યારે તાજી હતી, સંસ્કારી ગુર્જરો પૈકીનાં કેટલાંક મોં સુગાતાં હતાં, તે ટાણે તમે આ જવાંમર્દીના બેધડક પ્રશંસક હતા. એ પ્રસંગને યાદ કરીને, તેમ જ આપણી વચ્ચેના પરોક્ષપણે અને ધીરે ધીરે ઘૂંટાયે જતા સ્નેહને જીવનમાં ચિરાંકિત કરવા માટે, આ હું તમને અર્પણ કરું છું.