કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૯. ૩૦ જાન્યુઆરી

Revision as of 02:41, 10 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading|૧૯. ૩૦ જાન્યુઆરી}}<br> <poem> સવારે સૂર્ય તો ઊગ્યો હતો! મેં આંખ ચોળી ભીંત પર જોયુંઃ તમારા ચિત્ર નીચે કાલનો દિવસ હતો! દાયકાઓ વીતતાં શી વાર? પણ એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે! જેમાં, તમારા શ્વાસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૯. ૩૦ જાન્યુઆરી


સવારે સૂર્ય તો ઊગ્યો હતો!
મેં આંખ ચોળી ભીંત પર જોયુંઃ
તમારા ચિત્ર નીચે
કાલનો દિવસ હતો!

દાયકાઓ વીતતાં શી વાર?
પણ એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે!
જેમાં,
તમારા શ્વાસની
છેલ્લી ગતિ કંપી હશે! —
તમને નહીં,
એ – એક ક્ષણને
કેટલું વીત્યું હશે;
જેમાં, તમારા શ્વાસની
છેલ્લી ગતિ કંપી હશે!
એ સાંજ પણ
ક્યાંથી હવે પાછી ફરે ક્યારેય —
જેણે એકસાથે
સૂર્ય બબ્બે આથમ્યા જોયા હશે!...
બીજી સવારે સૂર્યમાં
એ સાંજનું એકાદ આંસુ
સ્તબ્ધ થઈ ઊગ્યું હશે...
          ને એ પછી?
          ને એ પછી?
          ને એ પછી?
દાયકાઓ વીતતાં શી વાર?

૧૯૭૦, ગાંધી નિર્વાણદિન

(અંતરનું એકાંત, પૃ. ૮૩)