સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૯૧-૧૯૦૦

Revision as of 06:47, 8 December 2022 by MeghaBhavsar (talk | contribs)


જન્મવર્ષ ૧૮૯૧ થી ૧૯૦૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
ભટ્ટ ગિરિજાશંકર/ ગિરીશભાઈ મયારામ ૧૨-૨-૧૮૯૧, ૮-૭-૧૯૭૨,
   અખિલ ત્રિવેણી ૧૯૩૬
ભટ્ટ ચંદુલાલ જયશંકર ‘સાંખ્યાયન’ ૧૧-૩-૧૮૯૧, ૨૩-૬-૧૯૫૩,
   રસદર્શન ૧૯૫૩
કામદાર કેશવલાલ હિંમતલાલ ૧૫-૪-૧૮૯૧, ૨૫-૧૧-૧૯૭૬,
   હિન્દની પ્રજાનો ટૂંકો ઇતિહાસ ૧૯૨૭
દાદાચાનજી માણેક હોરમસજી ૨૯-૪-૧૮૯૧, ૧૯૪૩,
   સ્વ. સર શાપુરજી ભરુચાનું જીવનવૃત્તાંત ૧૯૨૮
પ્રભાસ્કર જનાર્દન ન્હાનાભાઈ ૮-૬-૧૮૯૧, -
   વિહારિણી ૧૯૨૬
ચોક્સી નાજુકલાલ નંદલાલ ૨૫-૭-૧૮૯૧, -
   સ્વામી વિવેકાનંદ ૧૯૨૦
શર્મા સીતારામ જયસિંહ ૧૬-૮-૧૮૯૧, ૧૯૬૫,
   પ્રસૂનાંજલિ ૧૯૧૫
શેઠ અમૃતલાલ દલપતરામ ૨૫-૮-૧૮૯૧, ૩૦-૬-૧૯૫૪,
   નામદાર વાઈસરૉય સાહેબની મુંઝવણ ૧૯૨૫ આસપાસ
અમીન ગોવર્ધનદાસ કહાનદાસ ૨૭-૮-૧૮૯૧, -
   દક્ષિણનો વાઘ ૧૯૨૦
પરીખ નરહરિ દ્વારકાદાસ ૭-૧૦-૧૮૯૧, ૧૫-૭-૧૯૫૭,
   નામદાર ગોખલેનાં ભાષણો ૧૯૧૮
ત્રિવેદી હરભાઈ દુર્લભજી ૧૪-૧૧-૧૮૯૧, ૧૯-૮-૧૯૭૯,
   તથાગત ૧૯૨૪
દેસાઈ મહાદેવ હરિભાઈ ૧-૧-૧૮૯૨, ૧૫-૮-૧૯૪૨,
   ચિત્રાંગદા ૧૯૧૫
જોશી દેવકૃષ્ણ પીતામ્બર ૫-૧-૧૮૯૨, -
   કટાક્ષ કાવ્યો ૧૯૪૨
યાજ્ઞિક ઈન્દુલાલ કનૈયાલાલ ૨૨-૨-૧૮૯૨, ૧૭-૭-૧૯૭૨,
   કુમારનાં સ્ત્રીરત્નો ૧૯૨૬
ઠક્કર કપિલરાય પરમાનંદદાસ ‘મજનૂ’ ૩-૪-૧૮૯૨, ૧૯-૨-૧૯૫૯,
   કલાપી, સુમન અને મિત્રમંડળ ૧૯૭૮
મોડક તારાબહેન ૧૯-૪-૧૮૯૨, -
   બાળકોનાં રમકડાં ૧૯૨૭
ઉદેશી ચાંપશી વિઠ્ઠલદાસ ૨૪-૪-૧૮૯૨, ૨૬-૨-૧૯૭૪
   કવિતા કલાપ ૧૯૧૮
દેસાઈ રમણલાલ વસંતલાલ ૧૨-૫-૧૮૯૨, ૨૦-૯-૧૯૫૪,
   મહારાણા પ્રતાપ ૧૯૧૯
નાયક શિવરામ મન:સુખરામ ૨૬-૫-૧૮૯૨, -
   શિવરામકૃત કવિતા ૧૮૯૫
રાવળ રવિશંકર મહાશંકર ૧-૮-૧૮૯૨, ૯-૧૨-૧૯૭૭,
   કલાકારની સંસારયાત્રા ૧૯૪૭
શાહ માવજી દાવજી ૧૮-૧૦-૧૮૯૨, -
   જ્ઞાનપંચમી ૧૯૨૪
દામાણી હરજી લવજી ‘શયદા’ ૨૪-૧૦-૧૮૯૨, ૩૧-૬-૧૯૬૨,
   જયભારતી ૧૯૨૨
માંકડ ભગવાનલાલ લક્ષ્મીશંકર ૨૭-૧૦-૧૮૯૨, ૮-૨-૧૯૬૯,
   ક્લાઉડ્ઝ ૧૯૧૭
દ્વિવેદી પ્રભુલાલ દયારામ ૧૫-૧૧-૧૮૯૨, ૩૧-૧-૧૯૬૨.
   વિદ્યાવારિધિ ૧૯૫૧
દાવર ફિરોઝ કાવસજી ૧૬-૧૧-૧૮૯૨, ૩-૨-૧૯૭૮,
   રિફ્લેક્શન્સ ૧૯૮૨
ઓઝા જ્યંતીલાલ મંગળજી ૧૧-૧૨-૧૮૯૨, ૧૯૬૯,
   મોટા થઈશું ત્યારે ૧૯૩૫
જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ ‘ધૂમકેતુ’ ૧૨-૧૨-૧૮૯૨, ૧૧-૩-૧૯૬૫,
   પૃથ્વીશ ૧૯૨૩
બ્રહ્મભટ્ટ રઘુનાથ ત્રિભુવનદાસ ‘રસકવિ’ ૧૩-૧૨-૧૮૯૨, ૧૧-૭-૧૯૮૩,
   નવીન યુગ ૧૯૩૦
કાનાબાર હંસરાજ હરખજી ‘કવિ હંસ’ ૧૮૯૨, -
   કાવ્યત્રિવેણી ૧૯૨૨
દવે કનુબહેન ગણપતરામ ૧૮૯૨, ૬-૧-૧૯૨૨,
   મારી જીવનસ્મૃતિ [મ.] ૧૯૩૮
પઠાણ અબ્દુલસત્તારખાન ખેસ્તગુલખાન ૧૮૯૨, -
   સત્તાર ભજનામૃત ૧૯૨૩
મહેતા કંચનલાલ વાસુદેવ ‘મલયાનિલ’ ૧૮૯૨, ૨૪-૬-૧૯૧૯,
   ગોવાલણી અને બીજી વાતો ૧૯૩૫
મહેતા ગોકુલદાસ કુબેરદાસ ૧૮૯૨, -
   વાર્તાનો સંગ્રહ ૧૯૧૯
મહેતા સત્યેન્દ્ર સાંકળેશ્વર ૧૮૯૨, -
   તરુણ તપસ્વિની ૧૯૧૫
વોરા લક્ષ્મીશંકર દુલેરાય ૧૮૯૨, ૧૯૪૭,
   કચ્છની ચાલીસી અને અન્ય ફુટકળ કાવ્યો ૧૯૨૫ આસપાસ
સૈયદ હામિદમિયાં ડોસામિયાં ૧-૧-૧૮૯૨, -
   ઝોહરા ૧૯૧૮
સ્વામી શિવાનંદ ૧૮૯૨, ૧૯૪૦,
   આદિત્યહૃદય ૧૯૩૩
જોષીપુરા શંભુ્પ્રસાદ છેલશંકર ‘કુસુમાકર’ ૮-૧-૧૮૯૩, ૨૩-૮-૧૯૬૨,
   જીવનમાં જાદૂ ૧૯૫૮
પંડ્યા નાગરદાસ અમરજી ૯-૨-૧૮૯૩, -
   રુકિમણીહરણ ૧૯૧૩
કવિ મહીપત ૨૮-૩-૧૮૯૩, -
   તન મેલાં મન ઊજળાં ૧૯૬૬
કાપડિયા પરમાનંદ કુંવરજી ૧૮-૬-૧૮૯૩, ૧૭-૪-૧૯૭૧,
   સત્યં શિવં સુંદરમ્ ૧૯૫૪
શાહ અમૃતલાલ મોતીલાલ ‘પ્રવાસી’ ૯-૭-૧૮૯૩, ૧૮-૫-૧૯૩૯,
   ગઝલમાં ગાથા ૧૯૨૫
પંડ્યા નર્મદાશંકર બાલાશંકર ૩૦-૮-૧૮૯૩, -
   શ્રીકૃષ્ણચૈતન્ય ૧૯૧૩
શાહ જેઠાલાલ ગોરધનદાસ ૧૦-૧૦-૧૮૯૩, -
   સૂરદાસ ૧૯૨૪
પંડ્યા રતિપતિરામ ઉદ્યમરામ ૧૨-૧૦-૧૮૯૩, ૩૦-૧૧-૧૯૨૭,
   સંક્ષિપ્ત મહાભારત ૧૯૨૫
ભટ્ટ રણછોડલાલ હરિલાલ ૮-૧-૧૮૯૪, -
   લક્ષ્મીકાન્ત ૧૯૨૮
પરમાર દેશળજી કહાનજી ૧૩-૧-૧૮૯૪, ૧૨-૬-૧૯૬૬,
   ગૌરીનાં ગીતો ૧૯૨૯
ત્રિવેદી રતિલાલ મોહનલાલ ૨૪-૩-૧૮૯૪, ૨૪-૪-૧૯૫૬,
   પ્રવાસનાં સંસ્મરણો ૧૯૩૩
પુરાણી અંબાલાલ બાલકૃષ્ણ ૨૬-૫-૧૮૯૪, ૧૧-૧૨-૧૯૬૫,
   રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો ૧૯૧૮
વર્મા જયકૃષ્ણ નાગરદાસ ૨૬-૫-૧૮૯૪, ૧૯૪૩,
   મહાત્મા ગાંધીજીનું જીવનચરિત્ર ૧૯૨૨
પરીખ હરિભાઈ જ. ૧૧-૬-૧૮૯૪, -
   પ્રસંગપુષ્પો ૧૯૬૦
બક્ષી રામપ્રસાદ પ્રેમશંકર ૨૭-૬-૧૮૯૪, ૨૨-૩-૧૯૮૯,
   કથાસરિતા ૧૯૧૭
અમીન આપાજી બાવાજી ૬-૭-૧૮૯૪, ૫-૧૨-૧૯૭૮,
   ફુરસદની ઋતુના ફૂલ ૧૯૬૬
મહેતા ભરતરામ ભાનુસુખરામ ૧૬-૭-૧૮૯૪, -
   રણજિતસિંહ ૧૯૨૦
કાપડિયા હીરાલાલ રસિકલાલ ૮-૭-૧૮૯૪, -
   શ્રીહરિભદ્રસૂરિ ૧૯૬૩
જાની રતિલાલ જગન્નાથ ૨૯-૧૦-૧૮૯૪, ૩૦-૧-૧૯૮૬,
   કાવ્યાલોચન ૧૯૫૨
બોડીવાલા (શાહ) નંદલાલ ચુનીલાલ ૧૮૯૪, ૬-૭-૧૯૬૩,
   મન તન બન ૧૯૫૯
પાઠકજી વ્યોમેશચંદ્ર જનાર્દન ૧૫-૩-૧૮૯૫, ૨૩-૩-૧૯૩૫,
   કાવ્યસાહિત્યમીમાંસા ૧૯૨૯
દવે મહાશંકર ઈન્દ્રજી ‘ભારદ્વાજ’ ૫-૪-૧૮૯૫, -
   સિરાજુદ્દૌલા ૧૯૨૨
પંડ્યા ગજેન્દ્રશંકર લાભશંકર ૧૮-૪-૧૮૯૫, -
   વલ્લભનું ભુવન ૧૯૨૯
ભટ્ટ હરિહર પ્રાણશંકર ૧-૫-૧૮૯૫, ૧૦-૩-૧૯૭૮,
   હૃદયરંગ ૧૯૩૪
ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી ૧૮-૫-૧૮૯૫, -
   અંબડચરિત્ર ૧૯૨૨
જોશી બાલકૃષ્ણ ચુનીલાલ ‘જ્યોતિ’ ૧૫-૮-૧૮૯૫, -
   ભારતીય શિક્ષણનો ઇતિહાસ ૧૯૨૦
ઠાકોર કરણસિંહ લાલસિંહ ૩૦-૮-૧૮૯૫, -
   વ્રજવિહાર યાને મથુરાની તીર્થયાત્રા ૧૯૨૫
શુકલ પૃથુલાલ હરિકૃષ્ણ ૧૯-૯-૧૮૯૫, ૧૫-૧૧-૧૯૩૧,
   ફૂલપાંદડી ૧૯૨૪
યાજ્ઞિક રમણલાલ કનૈયાલાલ ૨૧-૯-૧૮૯૫, ૧૧-૧૨-૧૯૬૦,
   ઇન્ડિયન થિયેટર ૧૯૩૩
ત્રિવેદી નવલરામ જગન્નાથ ૧૧-૧૦-૧૮૯૫, ૧૮-૫-૧૯૪૪,
   કારાવાસની કહાણી ૧૯૨૧
જોટે રત્નમણિરાવ ભીમરાવ ૧૯-૧૦-૧૮૯૫, ૨૪-૯-૧૯૫૫,
   ગુજરાતનું વહાણવટું ૧૯૨૭
પુણ્યવિજયજી મુનિ ૨૭-૧૦-૧૮૯૫, ૧૪-૬-૧૯૭૧,
   કૌમુદી મિત્રાનંદ ૧૯૧૭
સોમપુરા રેવાશંકર ઓઘડભાઈ ૨૬-૧૧-૧૮૯૫, -
   એડિસનનું જીવનવૃત્તાંત ૧૯૧૯
દેવાશ્રયી સૂર્યરામ સોમેશ્વર ૧૮૯૫ આસપાસ, ૬-૪-૧૯૨૨,
   હિન્દુસ્તાનનો અર્વાચીન ઇતિહાસ: મુસલમાની રિયાસત ૧૯૨૮
કર્ણિક માધવરાવ ભાસ્કરરાવ ૧૮૯૫ આસપાસ, -
   સ્વામીભક્ત સૂરપાળ ૧૯૨૧
જોશી મણિશંકર દલપતરામ ૧૮૯૫ આસપાસ, -
   મોહનદાસ કરમચંદ ગાંધી ૧૯૨૧
મહેતા પ્રતાપરાય ગિરધરલાલ ૧૮૯૫ આસપાસ, ૧૮-૮-૧૯૭૧,
   દિવ્યદર્શન અને ગીતો ૧૯૨૨
દ્વિવેદી મણિભાઈ નરોત્તમ ૧૮૯૫, ૧૯૬૪,
   પુરાતન દક્ષિણ ગુજરાત ૧૯૩૦ આસપાસ
ધોળકિયા સુલક્ષણાબહેન રતનલાલ ૧૮૯૫, ૧૯૫૫,
   પ્રેરણા ૧૯૪૦ આસપાસ
મોદી પ્રતાપરાય મોહનલાલ ૯-૨-૧૮૯૬, -
   હિંદુ ધર્મનાં મૂળતત્ત્વો ૧૯૪૦
કવિ શંકરલાલ મગનલાલ ૧૪-૨-૧૮૯૬, -
   કાવ્યચંદ્રોદય ૧૯૧૩
કારાણી દુલેરાય લખાભાઈ ૨૬-૨-૧૮૯૬, ૨૬-૨-૧૯૮૯,
   ગાંધીબાવની ૧૯૪૮
દેસાઈ મોરારજી રણછોડજી ૨૯-૨-૧૮૯૬, ૧૦-૪-૧૯૯૫,
   કુદરતી ઉપચાર ૧૯૭૦
પટેલ જોઈતાભાઈ ભગવાનદાસ ૨૮-૫-૧૮૯૬, ૨૯-૫-૧૯૮૩,
   ચુવોતેરનો ચિતાર ૧૯૨૨
બાનવા ઈમામશાહ લાલશાહ ૨૦-૭-૧૮૯૬, -
   અશ્રુધારા ૧૯૩૦
દવે હરખજી લક્ષ્મીરામ ૨૯-૮-૧૮૯૬, ૧૭-૧૦-૧૯૮૪,
   મનોવેદના ૧૯૬૬
શાહ/વૈદ્ય બાપાલાલ ગરબડદાસ ૧૭-૯-૧૮૯૬, -
   નિઘંટુ આદર્શ ૧૯૨૭
બૂચ ચંદ્રશંકર અમૃતલાલ ‘સુકાની’ ૨૫-૯-૧૮૯૬, ૨૨-૯-૧૯૫૮,
   રુદ્ર શિુવ અને લિંગસંપ્રદાય ૧૯૨૯
પંડ્યા રંજિતલાલ હરિલાલ ‘કાશ્મલન’ ૭-૧૧-૧૮૯૬, ૪-૯-૧૯૭૩,
   રામની કથા ૧૯૨૬
વિદ્વાંસ ગોપાળરાવ ગજાનનરાવ ૧૬-૧૧-૧૮૯૬, ૨૩-૫-૧૯૮૦,
   કૌંચવધ [અનુ.] ૧૯૩૮
નૂરાની અકબરઅલી દાઉદભાઈ ૧૮૯૬, ૩૦-૪-૧૯૨૦,
   બગદાદનો બાદશાહ ૧૯૧૮
રાજગુરુ કમળાશંકર વિશ્વનાથ ૧૮૯૬, -
   વાસંતી અથવા વારાંગના કે વીરાંગના ૧૯૨૪
ભટ્ટ હરિપ્રસાદ ગૌરીશંકર ૧૮૯૬, ૧૦-૧૧-૧૯૫૫,
   મસ્તફકીરની મસ્તી ૧૯૨૬
કાપડિયા સાકરલાલ મગનલાલ ૧૮૯૬, -
   કમનસીબ લીલા: ૧ ૧૯૧૭
જોશી પ્રાણશંકર સોમેશ્વર ૨૦-૨-૧૮૯૭, -
   રાગદ્વેષનો દુર્ગ ૧૯૩૭
ભોજાણી પુરુષોત્તમ હરજી ૧૮-૩-૧૮૯૭, ૧-૨-૧૯૮૮,
   ભાતીગર ૧૯૩૭
વૈદ્ય વિજયરાય કલ્યાણરાય ‘વિનોદકાન્ત’ ૭-૪-૧૮૯૭, ૧૭-૪-૧૯૭૪
   પ્રભાતના રંગો ૧૯૨૭
મહેતા હંસાબેન મનુભાઈ/ - જીવરાજ ૩-૭-૧૮૯૭, ૪-૪-૧૯૯૫,
   બાલવાર્તાવલિ ૧૯૨૬
પુરુષોત્તમ ત્રિકમદાસ ૭-૭-૧૮૯૭, -
   ભીષ્મપ્રતિજ્ઞા ૧૯૨૮
શુકલ જ્યોત્સના બહુસુખરાય ૩-૮-૧૮૯૭ -
   મુક્તિના રાસ ૧૯૩૮
પુરોહિત નર્મદાશંકર ભોગીલાલ ૮-૮-૧૮૯૭, ૧૪-૯-૧૯૫૨,
   સ્વપ્નવાસવદત્ત ૧૯૨૯
મેઘાણી ઝવેરચંદ કાળિદાસ ૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭,
   કુરબાનીની કથાઓ ૧૯૨૨
વીમાવાળા ઈશ્વરલાલ મૂળચંદ ૧૮-૮-૧૮૯૭, ૧૯-૧૧-૧૯૫૦,
   દેવી ચૌધરાણી ૧૯૩૫ આસપાસ
પરીખ રસિકલાલ છોટાલાલ ‘મૂસિકાર’ ૨૦-૮-૧૮૯૭, ૧-૧૧-૧૯૮૨,
   જીવનનાં વહેણો ૧૯૦૧
આચાર્ય હરિનારાયણ ગિરધરલાલ ‘વનેચર’ ૨૫-૮-૧૮૯૭, ૨૩-૫-૧૯૮૪,
   સીતા-વિવાસન ૧૯૨૩
મજમુદાર મંજુલાલ રણછોડલાલ ૧૯-૯-૧૮૯૭, ૧૧-૧૧-૧૯૮૪,
   સુદામાચરિત્ર ૧૯૨૨
પંડ્યા પરમસુખ ઝવેરભાઈ ૨૬-૯-૧૮૯૭, ૧૪-૧૨-૧૯૮૩,
   રાખની હૂંફ અને કાળચક્ર ૧૯૬૧
દાવડા રામજી વાલજી ૧૫-૧૦-૧૮૯૭, -
   વતનનું કફન ૧૯૪૦ આસપાસ
દેસાઈ મણિભાઈ હરિભાઈ ‘મસ્તમણિ’ ૧૮-૧૧-૧૮૯૭, -
   પ્રભુભક્તિ ૧૯૧૭
ખિલનાણી મનોહરદાસ કૌરોમલ ૧૪-૧૨-૧૮૯૭, -
   સિંધી સાહિત્યમાં ડોકિયું ૧૯૬૦
ગાંધી શામળદાસ લક્ષ્મીદાસ ૧૮૯૭, -
   ૮-૬-૧૯૫૩,
દવે ત્ર્યંબકલાલ ન., ટી. એન. દેવ ૧૮૯૭, ડિસે., ૧૯૮૮
   ગુજરાતી ભાષામાં વર્ણવ્યવસ્થા ૧૯૩૩
દોશી ફૂલચંદ હરિચંદ ‘મહુવાકર’ ૧૮૯૭, -
   જૈન ધર્મનાં વ્યાખ્યાનો ૧૯૨૬
વૈષ્ણવ ચમનલાલ શિવશંકર ૧૮૯૭, ૧૯૪૦,
   ચમનલાલ વૈેષ્ણવના પત્રો [મ.] ૧૯૪૪
કામદાર છોટાલાલ માનસિંગ ‘ચક્રમ’ ૪-૨-૧૮૯૮ -
   બુદ્ધિસાગર ૧૯૫૨
ભટ્ટ મુનિકુમાર મણિશંકર ૭-૨-૧૮૯૮ ૧૯૭૧,
   કલાપીના ૧૪૪ પત્રો ૧૯૨૫
ધ્યાની જ્યંતીલાલ નરોત્તમ ૧૭-૨-૧૮૯૮, -
   શબરી ૧૯૩૦ આસપાસ
રાવત બચુભાઈ પોપટભાઈ ૨૭-૨-૧૮૯૮, ૧૨-૭-૧૯૮૦,
   ટૂંકી વાર્તાઓ [અનુ.] ૧૯૨૧
ભટ્ટ વિશ્વનાથ મગનલાલ ૨૦-૩-૧૮૯૮, ૨૭-૧-૧૯૬૮,
   ગદ્યનવનીત ૧૯૨૬
જોશી સુંદરલાલ નાથાલાલ ૧૨-૫-૧૮૯૮, ૧૯૫૨,
   ચીનગારી ૧૯૨૮
દ્વિવેદી ચંદનબહેન મણિલાલ ૨૯-૭-૧૮૯૮, -
   બલુચિસ્તાન પર્યટન ૧૯૨૯
' -