ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/શિશુ

Revision as of 06:25, 2 January 2023 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શિશુ|}} <poem> તરવરે છે આંખની સપાટી પર જીવ બોલું બોલું થતો, જગતને સ્પર્શવા મથતો. જગના પદાર્થો અવાજો મનુષ્યો સુધીનાં અંતરો પામી શકે ના, તરવરે કીકી સપાટી પર આ મ તે મ. ક્ષણમાં કેટલે ઊ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શિશુ

તરવરે છે આંખની સપાટી પર જીવ
બોલું બોલું થતો,
જગતને સ્પર્શવા મથતો.

જગના પદાર્થો અવાજો મનુષ્યો સુધીનાં અંતરો
પામી શકે ના, તરવરે કીકી સપાટી પર
આ મ તે મ.

ક્ષણમાં કેટલે ઊંડે પહોંચી જાય
સુગમ એ તો અરે એને,
શબ્દના અંચળા નીચે છુપાવું શક્ય ના જેને.
અતળ ઊંડાણ સુગમ એને જે
નવાણ એ જીવંત રહેશે વાણ જ્યારે ફૂટશે?

૧૨-૪-૧૯૬૫
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬૧)