ગુજરાતી ગઝલસંપદા/ ‘વજ્ર’ માતરી

Revision as of 11:02, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ‘વજ્ર’ માતરી |}} <poem> દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે? મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે?<br> ગમની છે રામબાણ દવા ઘૂંટ મદિરા, એ સંતનું વિધાન હતું કોણ માનશે?<br> જીવન ગણીને જેની અમે મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘વજ્ર’ માતરી

દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે?
મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે?

ગમની છે રામબાણ દવા ઘૂંટ મદિરા,
એ સંતનું વિધાન હતું કોણ માનશે?

જીવન ગણીને જેની અમે માવજત કરી,
મૃત્યુનું એ નિદાન હતું કોણ માનશે?

જે બારણે હું ઊભો હતો અજનબી સમો,
મારું જ એ મકાન હતું કોણ માનશે?

ડૂબી ગયો તો સઘળા કિનારા મળી ગયા,
મારામાં એનું ધ્યાન હતું કોણ માનશે?

બદનામીઓ મળી જે મને પ્રેમ કારણે,
વાસ્તવમાં એ જ માન હતું કોણ માનશે?

કોનું ગજું કે નાવનું સાગરમાં નામ લે!
તોફાન ખુદ સુકાન હતું કોણ માનશે?

લૂંટાઈ બેઠા ‘વજ્ર’ અમે ભરબજારમાં,
મન ખૂબ સાવધાન હતું કોણ માનશે?